ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નના ઐતિહાસિક ક્રિકેટ મેદાન પર ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ત્યારબાદ સ્ટીવ સ્મિથની સદીની મદદથી ૪૭૪ રન બનાવ્યા હતા. આ મેચમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋષભ પંત જેવા મહાન બેટ્‌સમેનો ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા અને મોટી ઇનિંગ્સ રમી શક્યા ન હતા. એક સમયે ટીમ ઈન્ડીયાએ ૨૨૧ રનમાં ૭ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતો નીતીશ રેડ્ડી ૮મા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે શરૂઆતમાં સમય લીધો, પરંતુ એકવાર તે ક્રિઝ પર સ્થિર થઈ ગયો, તેણે ઓસ્ટ્રેલિયાના બેટ્‌સમેનોનો નાશ કર્યો.
નીતિશ રેડ્ડીએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ વખત અડધી સદી ફટકારી હતી. આ પછી તે અહીં જ ન અટક્યો, તેણે પોતાની અડધી સદીને સદીમાં બદલી અને ટીમ ઈન્ડીયાને મુશ્કેલીમાંથી બહાર લાવ્યો. રેડ્ડી ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટમાં નંબર-૮ પર સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્‌સમેન બની ગયો છે. તેની પહેલા કોઈ ભારતીય ખેલાડી આવો કરિશ્મા કરી શક્યો ન હતો. હવે તેણે પોતાની દમદાર બેટિંગથી નવો ઈતિહાસ રચ્યો છે.
નીતિશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધીમાં તેણે ટીમ ઈન્ડીયા માટે ૪ ટેસ્ટ મેચમાં કુલ ૨૮૪ રન બનાવ્યા છે. તેણે ભારત માટે ત્રણ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે, જેમાં તેણે ૯૦ રન બનાવ્યા છે. તેણે ડોમેસ્તીક ક્રિકેટમાં જારદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડીયામાં જગ્યા બનાવી છે. તેના નામે ૨૬ ફર્સ્ટ ક્લાસ મેચોમાં ૯૫૮ રન છે. તે આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમે છે અને છેલ્લી સિઝનમાં તેણે ઈમ‹જગ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ પણ જીત્યો હતો. તે આઈપીએલમાં અત્યાર સુધીમાં કુલ ૧૫ મેચ રમી ચૂક્યો છે.
ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમ માટે રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરવા આવ્યા હતા. પરંતુ ટીમ ઈન્ડીયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જ્યારે કેપ્ટન રોહિત માત્ર ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ત્રીજા નંબરે આવેલ કેએલ રાહુલ પણ મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. તેણે ૨૪ રન બનાવ્યા હતા. વિરાટ કોહલી અને ઋષભ પંત પણ કંઈ ખાસ બતાવી શક્યા ન હતા. વોશિંગ્ટન સુંદરે ચોક્કસપણે ૫૦ રન બનાવ્યા. સુંદર અને નીતીશ રેડ્ડીના કારણે જ ટીમ ઈન્ડીયા ફોલોઓન બચાવવામાં સફળ રહી હતી. ભારતે અત્યાર સુધીમાં ૩૫૮ રન બનાવ્યા છે.