ગુજરાત ભાજપના સંગઠનની નવરચનાને લઈને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે મહત્વની બેઠક મળી હતી. જેમાં અનેક ચર્ચાતા મુદ્દે મડાગાંઠ ઉકેલાઈ હતી અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. ખાસ કરીને ભાજપના મંડળ પ્રમુખ માટે ૪૫ વર્ષની વયમર્યાદાનો ગૂંચવાયેલા મામલા અંગે ચર્ચા થઈ હતી. જેમાં વયમર્યાદાને લઈને થયેલા વિવાદ પર પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે સૂચના આપી કે, ૪૫ વર્ષની ઉંમર એ પ્રાથમિક બાબત હતી, તેને સેન્ટ્રીક મુદ્દો ન બનાવવો. સક્રિય સભ્ય બાબતે વ્યવહારુ રહેવા માટે સૂચના આપી. સાથે જ પાર્ટીનો સભ્ય હોય અને કામ કરતા હોય તેને પ્રાથમિકતા આપવા માટે બેઠકમાં સૂચના અપાઈ.
પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખોની નિયુક્ત અંગે ચર્ચા કરાઈ હતી. પ્રદેશ પ્રમુખ ઉપરાંત સાંસદ, મંત્રીઓ, ધારાસભ્યો, વર્તમાન જિલ્લા પ્રમુખો અને મહામંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના ૫૮૦ મંડળમાંથી ૫૧૨ મંડળોના પ્રમુખ નિમાઈ ચૂક્યા છે. હવે મંડળ પ્રમુખ બાદ હવે શહેર અને જિલ્લા પ્રમુખો જાહેર કરવામાં આવશે.
ભાજપનાં મંડળ પ્રમુખ માટે ૪૫ વર્ષની વય મર્યાદાને લઈને થયેલા વિવાદ પર પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે ખાસ સૂચના આપી. તેમણે કહ્યું કે, ૪૫ વર્ષની ઉંમર એ પ્રાથમિક બાબત હતી તેને સેન્ટ્રીક મુદ્દો ન બનાવો. સાથે જ સક્રિય સભ્ય બાબતે પણ વ્યવહારુ રહેવા સૂચન કરાયું છે. તેમણે કહ્યું કે, પાર્ટીનો સભ્ય હોવો જરૂરી છે, કામ કરતો હોય તો તેને પ્રાથમિકતા આપવી. ત્યારે પ્રદેશ ભાજપના મુખ્ય ચૂંટણી અધિકારી ઉદય કાનગડે જણાવ્યું કે, આજની બેઠકમાં પ્રદેશ પ્રમુખ તરફથી માર્ગદર્શન મળ્યું. નવા પ્રમુખોની ઉંમર ૬૦ થી વધુ ન હોવી જાઈએ એ નક્કી કરાયું છે. હવે રાષ્ટ્રીય કાર્યાલયે આવતીકાલે બેઠક મળશે, એમાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. તો બીજી તરફ, ઉમરેઠ ધારાસભ્યના લેટર મામલે ભાજપનું મૌન જાવા મળ્યું.
ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લાના ઉમરેઠ શહેર પ્રમુખની ખોટી નિમણુક અંગે રજૂઆત કરાઈ છે. ઉમરેઠ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે ધારાસભ્ય પત્ર મારફત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરને ઉમરેઠ શહેર પ્રમુખની હાર્દિક પટેલની નિમણુંક મામલે રજૂઆત કરી. તેમણે રજૂઆતમાં કહ્યું કે, હાર્દિકના પિતા એપીએમસી ભાજપના મેન્ડેડ ખરીદી વેચાણ સંઘમાં ડિરેક્ટર છે. ભાજપ એક પદ એક હોદ્દો અને પરિવાર હોદેદાર મુદ્દે ફોર્મ રદ કરવાની જાહેરાત કરી હતી. આમ એક જ ઘરના બે વ્યÂક્ત વિવિધ હોદા અંગે હોવાની રજૂઆત કરી.