પહાડોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જમ્મુ-કાશ્મીરનો નજારો ખૂબ જ સુંદર છે. બરફની સફેદ ચાદરથી ઢંકાયેલા પહાડો અહીં આવતા પ્રવાસીઓને આકર્ષે છે. અનંતનાગથી બારામુલ્લા સુધી બધે બરફ દેખાઈ રહ્યો છે. આ ખુશનુમા વાતાવરણને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. પરંતુ આ હિમવર્ષા હવે આ પ્રવાસીઓ માટે મુશ્કેલીનું કારણ બની ગઈ છે. બરફના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેથી સેંકડો વાહનો અટવાઈ પડ્યા છે. જેના કારણે અહીં આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં કાશ્મીરના લોકોએ આ લોકોને તેમના ઘરોમાં આશ્રય આપ્યો છે.
ભારે હિમવર્ષા વચ્ચે ફસાયેલા પ્રવાસીઓ માટે સ્થાનિક કાશ્મીરીઓએ તેમના ઘરના દરવાજા ખોલ્યા, આ સાથે આ લોકોને મસ્જીદોમાં પણ આશરો આપવામાં આવી રહ્યો છે. અલગતાવાદી નેતા મીરવાઈઝ મોહમ્મદ ઉમર ફારૂકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને કેટલીક તસવીરો પણ શેર કરી છે. પોતાની પોસ્ટના કેપ્શનમાં તેણે લખ્યું કે ભારે હિમવર્ષા વચ્ચે ફસાયેલા પ્રવાસીઓ માટે કાશ્મીરીઓને તેમની મસ્જીદો અને ઘરો ખોલતા જોઈને તેઓ ખુશ છે. આગળ, ઓમર ફારૂકે લખ્યું કે હૂંફ અને માનવતાનો આ હાવભાવ આતિથ્ય સત્કાર અને જરૂરિયાતના સમયે મદદ કરવાની અમારી લાંબા સમયથી ચાલતી પરંપરાને દર્શાવે છે. તસવીરોમાં જોઈ શકાય છે કે પ્રવાસીઓ એક મસ્જીદમાં આરામ કરતા જોવા મળે છે, જ્યારે બીજી તસવીર એક ઘરની છે, જેમાં પ્રવાસીઓ ભોજન લેતા જોવા મળે છે. આની સાથે બીજી ઘણી તસવીરો છે. કાશ્મીરના લોકો પ્રવાસીઓને મદદ કરે છે તે ચોક્કસપણે પ્રશંસનીય છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો પણ સામે આવ્યા છે જેમાં અહીં લોકો બરફમાં ફસાયેલા પ્રવાસીઓના વાહનોને ધક્કો મારતા જોવા મળે છે. હિમવર્ષાના કારણે કાશ્મીરમાં રસ્તાઓ પર ચાલવું મુશ્કેલ બની ગયું છે. રસ્તાઓ પર ફસાયેલા લોકોની મદદ માટે કાશ્મીરી લોકો ઘરની બહાર આવી રહ્યા છે. પ્રવાસીઓને તેમના ઘરોમાં આશ્રય આપવામાં આવી રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક દિવસોમાં શમીરના વિવિધ વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ રહેશે, જેના કારણે તાપમાનમાં વધુ ઘટાડો થશે. શ્રીનગર સહિત અનેક વિસ્તારોમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી. સુંદર દાલ સરોવર પણ થીજી ગયું છે. આખી ખીણ બરફની સફેદ ચાદરથી ઢંકાયેલી હતી.