વરુણ ધવન અને કીર્તિ સુરેશ સ્ટારર ફિલ્મ ‘બેબી જોન’ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી રહી નથી. જ્યારે વરુણે ‘બેબી જાન’નું શૂટિંગ શરૂ કર્યું ત્યારે તેણે વિચાર્યું કે આ ફિલ્મ તેના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થશે. તે દરમિયાન, અભિનેતા ઘણીવાર ફિલ્મના એક્શન અને દક્ષિણ સિનેમાની કાર્યશૈલીના વખાણ કરતા જાવા મળ્યા હતા. વરુણ ધવનને સાંભળ્યા બાદ ચાહકોને પણ આવી જ અપેક્ષાઓ હતી. પરંતુ લાગે છે કે ‘બેબી જોન’ પણ વરુણનું સુપરહિટ ફિલ્મનું સપનું પૂરું કરી શકશે નહીં. છેલ્લા ૧૨ વર્ષમાં અભિનેતાની એક પણ ફિલ્મ હિન્દીમાં રૂ. ૧૫૦ કરોડના આંકડાને સ્પર્શી શકી નથી.
‘બેબી જોન’ની કમાણીની ગતિ જાયા પછી લાગે છે કે આ ફિલ્મ પણ ૧૫૦ કરોડના ક્લબમાં સામેલ થઈ શકશે નહીં. વરુણે વર્ષ ૨૦૧૨માં બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી તેણે એક પણ સુપરહિટ ફિલ્મ આપી નથી અને ન તો તેની ફિલ્મો હિન્દીમાં ૧૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી શકી છે. સેકનિલ્કના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, ‘બેબી જોન’એ તેની રિલીઝના ચોથા દિવસે માત્ર ૪.૨૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ આંકડાઓ પણ નિરાશાજનક છે કારણ કે આ કમાણી શનિવારે છે, જે રજા છે. જા વીકએન્ડમાં ‘બેબી જાન’ની આ હાલત છે તો આવતા સોમવારથી વરુણની ફિલ્મની શું હાલત થશે.
‘બેબી જોન’ ૨૫ ડિસેમ્બરના રોજ મોટા પડદા પર રિલીઝ થઈ હતી અને ૪ દિવસમાં અત્યાર સુધીમાં ફિલ્મે કુલ ૨૩.૯૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. સકનિલ્ક અનુસાર, વરુણ ધવનની ટોપ ૧૦ ફિલ્મોએ હિન્દીમાં ૧૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી નથી. વરુણની ફિલ્મ દિલવાલેનું નામ નંબર ૧ પર છે. આ ફિલ્મે ૧૪૮.૪૨ કરોડનું કલેક્શન કર્યું હતું. આ પછી આગળનો નંબર ફિલ્મ જુડવા ૨ નો છે. આ ફિલ્મનું કલેક્શન ૧૩૮.૫૫ કરોડ છે. ત્રીજા સ્થાન પર ફિલ્મ બદ્રીનાથ કી દુલ્હનિયા છે, જેણે ૧૧૭.૮૯ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ચોથા સ્થાને છમ્ઝ્રડ્ઢ૨ છે, જે ૧૦૬.૧૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કરવામાં સફળ રહી હતી.
વરુણ ધવનની માત્ર આ ૪ ફિલ્મો ૧૦૦ કરોડના ક્લબમાં સામેલ છે. આ પછી તેની બાકીની ફિલ્મોએ હિન્દીમાં ૧૦૦ કરોડ રૂપિયાથી નીચેનો બિઝનેસ કર્યો છે. જા આપણે જાઈએ તો વરુણ ધવન હજુ સુધી શ્રેષ્ઠ ફિલ્મ મેળવી શક્યો નથી. વરુણ ધવનની નંબર ૧ ફિલ્મ દિલવાલેની વાત કરીએ તો આ ફિલ્મના હિટ થવા પાછળનું મુખ્ય કારણ શાહરૂખ ખાન છે. કારણ કે આ ફિલ્મમાં શાહરૂખ ખાન, કાજાલ અને કૃતિ સેનન પણ મુખ્ય કલાકારો હતા. વરુણે બોક્સ ઓફિસ પર પોતાના દમ પર કોઈ મોટી ફિલ્મ આપી નથી.