ઇનરવ્હીલ ક્લબ ઓફ અમરેલી ગીર અને અમરેલી શહેર-જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજની મહિલા પાંખના સંયુક્ત ઉપક્રમે બ્રેસ્ટ કેન્સરની તપાસ અને તે અંગે જાગૃતિ લાવવા માટે આજે શહેરની મૂકબધીર શાળા ખાતે કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૪૦થી વધુ મહિલાઓનું બ્રેસ્ટ સ્ક્રિનિંગ કરાયું હતું. આશીર્વાદ ફાઉન્ડેશન સાથે જોડાયેલ મીતાબેન જોષીએ બ્રેસ્ટ કેન્સર અંગે માહિતી આપી હતી. ઇનરવ્હીલ ક્લબના પ્રમુખ ડા. મિલીબેન ઠાકર, બ્રહ્મસમાજ મહિલા પાંખના કલ્પનાબેન જાની અને નયનાબેન આચાર્યએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી. મૂકબધીર શાળાના સંચાલક હિનાબેન ભટ્ટે કાર્યક્રમ માટે સ્થળ અને સવલતો પૂરી પાડી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.