ઘાંટવડ ગેંગના આરોપીઓ દ્વારા ભાવનગર તથા બોટાદ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આચરેલ -૪ ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને કોડીનાર સર્વેલન્સ સ્કવોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે હિતેષભાઇ દિલીપભાઇ ચૌહાણ રહે. ઘાંટવડ ખોડીયાર માતાજીના મંદિર સામે, તા.કોડીનાર વાળો પોતાના રહેણાક મકાને હાજર છે અને મજકુર ઇસમને ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ સ્ટેશન તથા પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન તથા તળાજા પોલીસ સ્ટેશન તથા બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં પકડવાનો બાકી છે. બાતમી આધારે તેને કોડીનાર સર્વેલન્સ સ્કવોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.