લીલીયા મોટાની PGVCL કચેરી ખાતે કાર્યરત સુરેશભાઈ સી. વ્યાસ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમનો વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો હતો. સુરેશભાઇ આ કચેરીમાં અંદાજે છેલ્લા ૮ વર્ષથી ફરજ બજાવતા હતા. PGVCL સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ અને મેમેન્ટો આપી સુરેશભાઇને વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ તકે પી.જી.વી.સી.એલના ડેપ્યુટી એન્જિનિયર સી.કે. દેવમુરારી, જુનિયર એન્જિનિયર એમ.ડી. રાઠોડ, જુનિયર એન્જિનિયર એન.બી. અજાણી, જુનિયર એન્જિનિયર કે.વી. દવે સહિત સ્ટાફ સહ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.