પીએમ મોદી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ગયા હતા જ્યાં તેમણે ૨ લાખ કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પીએમ મોદીના ખૂબ વખાણ કર્યા અને સ્ટેજ પર ઘણી બધી વાતો કહી. જેનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પીએમ મોદી હસતા અને હાથ જાડીને જાવા મળે છે.
મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ વિશાખાપટ્ટનમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક જાહેર સભાને સંબોધિત કરી. આ પ્રસંગે નાયડુએ પીએમ મોદીની ખૂબ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે પીએમ મોદી વિકાસના પક્ષમાં છે. હું તેમની પાસેથી પ્રેરણા લઉં છું. પીએમની પ્રશંસા કરતા નાયડુએ કહ્યું કે તેઓ હવે ફક્ત ભારતીય નેતા નથી પરંતુ વૈÂશ્વક નેતા છે. તેમનો ક્રમ બધા વૈશ્વિક નેતાઓ કરતાં ઘણો ઊંચો છે.
સીએમ નાયડુએ કહ્યું કે તેઓ પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાથી પ્રભાવિત થયા છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી તેમના નેતૃત્વમાં ભારતને આગળ લઈ ગયા. તેમના નેતૃત્વમાં ભારત વધુ સમૃદ્ધ બનશે. આપણને બધાને તેના પર ગર્વ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં, અમે (ટીડીપી, જનસેના અને ભાજપ) સાથે મળીને ચૂંટણી લડ્યા અને લોકોએ રેકોર્ડ ચુકાદો આપ્યો. અમારો સ્ટ્રાઇક રેટ ૯૩ ટકા હતો.
નાયડુએ કહ્યું કે અમે વિધાનસભા ચૂંટણીમાં ૧૬૪ બેઠકો જીતી અને લોકસભા ચૂંટણીમાં ૨૧ બેઠકો પર કબજા કર્યો. તેમણે કહ્યું કે આ જાડાણ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે હરિયાણા અને મહારાષ્ટÙમાં દ્ગડ્ઢછનો વિજય ફક્ત વડાપ્રધાન મોદીના કરિશ્માને કારણે થયો છે. લોકો હંમેશા પ્રધાનમંત્રી મોદીની સાથે ઉભા છે કારણ કે તેઓ રાષ્ટÙના કલ્યાણ માટે સખત મહેનત કરી રહ્યા છે.
નાયડુએ કહ્યું કે યોગ્ય સમયે યોગ્ય વડા પ્રધાન (મોદી) આવ્યા અને પરિણામે બ્રાન્ડ ઇÂન્ડયા પહેલા કરતાં વધુ મજબૂત બન્યું છે. તેમના નેતૃત્વમાં ભારતને વિશ્વ મંચ પર એક ઉન્નતિ મળી છે. હું વિશ્વાસ સાથે કહું છું કે તેમના નેતૃત્વમાં ભારત સતત સમૃદ્ધિ મેળવશે. તેઓ લોકો અને રાષ્ટ્ર માટે અથાક લડાઈ લડી રહ્યા છે. મેક ઇન ઇÂન્ડયા, સ્ટાર્ટઅપ ઇÂન્ડયા, સ્કીલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, ગતિ શક્તિ અને સાગર માલા જેવી સીમાચિહ્નરૂપ પહેલો ભારતને ઉજ્જવળ અને વધુ સમૃદ્ધ ભવિષ્ય તરફ લઈ જઈ રહી છે.
૨૦૧૪ માં, ભારત અર્થતંત્રની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ૧૧મા ક્રમે હતું; આજે તે પાંચમા સ્થાને છે. ભારત ૨૦૨૯
સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે અને ૨૦૪૭ સુધીમાં તે પ્રથમ કે બીજા સ્થાને પહોંચી શકે છે, જે ફક્ત મોદીના નેતૃત્વમાં જ પ્રાપ્ત કરી શકાય છે.