શહેરના રાણીપ વિસ્તારમાં પત્નીના ત્રાસથી પતિએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાની શંકા રાખીને પત્ની અવાર નવાર બોલાચાલી ઝઘડા કરી હતી. જેથી કંટાળીને પતિએ દોઢેક વર્ષ અગાઉ પણ દવા પીને આત્મહત્યાની કોશિષ કરી હતી. જોકે ૪થી જાન્યુઆરીના દિવસે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
શહેરના નવાવાડજ વિસ્તારમાં આવેલા હરીઓમ એપાર્ટમેન્ટમાં રહેતા મનસુખભાઇ સોનીગરાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં પુત્રવધૂ વિરુદ્ધમાં પોલીસ ફરીયાદ દાખલ કરાવી છે. મનસુખભાઇના પુત્ર આશીષે દશેક વર્ષ પહેલા આર્યસમાજમાં લગ્ન કર્યા હતાં. પુત્રએ તેમની મરજી વિરુદ્ધમાં લગ્ન કર્યા હોવાથી તે ફરીયાદીથી અલગ રહેતો હતો. પરંતુ ક્યારેક કામકાજ અર્થે તેમના ઘરે આવતો જતો હતો. ત્યારે તેણે જણાવ્યું હતું કે, યુવકની પત્ની તેના પર ખોટા શક વહેમ રાખીને અવારનવાર ઝઘડા કરીને ત્રાસ આપે છે. તેને કારણે કંટાળીને આશિષે દોઢેક વર્ષ અગાઉ દવા પીને આત્મહત્યાની પણ કોશિષ કરી હતી.
૪થી જાન્યુઆરીના સવારે જ્યારે ફરીયાદી ઘરે હાજર હતા તે દરમિયાન તેમના ભત્રીજાનો ફોન આવ્યો હતો. જેમાં કહ્યું હતું કે, આશિષે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી છે. જે બાબતની જાણ પોલીસને કરતા રાણીપ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને વધુ તપાસ શરૂ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આશિષે આત્મહત્યા કરતા પહેલા તેના મિત્રના મોબાઇલ નંબર પર બંન્ને પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડાનું એક રેકો‹ડગ મોકલી આપ્યું હતું. જેમાં તેના દીકરાને રૂમમાં પુરી દીધો હતો. તે વારંવાર ખાવા પીવાનું માંગે છે છતાં તેને આપવામાં આવતુ નથી અને જા તેમનો દીકરો ગળે ફાંસો ખાઇને મરી જઇશ તેવું કહેતા મનીષા તું હાલને હાલ મરી જા તેમ કહે છે. આમ પત્નીના ત્રાસને કારણે દીકરાએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાની જાણ થતાં જ ફરીયાદીએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસે હાલમાં સમગ્ર મામલે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.