અમદાવાદ ખાતે ગુજરાત રાજય સહકારી સંઘ દ્વારા વિકસિત ભારત યુવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં યુવાનોને સંબોધતા એન.સી.યુ.આઈ. − ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવેલ કે, ભાજપની સરકારે સહકારીતાને અગ્રતા આપવાના ઉદ્દેશ સાથે સહકાર મંત્રાલયની રચના કરી છે, જેના દૂરંદેશી પરિણામો સહકારના માધ્યમથી દેશ-દુનિયા નિહાળી રહી છે. હવે આ ક્ષેત્રને નવી યુવા ઊર્જા શકિતની જરૂર છે અને તેથી જ સહકારી પ્રવૃતિઓમા યુવા શકિત આગળ આવે. તદ્‌ઉપરાંત તેમણે સહકારી પ્રવૃતિના સંકલ્પોની સફળતામાં રહેલ વિશિષ્ટ સહકારી મંડળીઓની કામગીરીના દ્રષ્ટાંત પુરા પાડ્‌યા હતા. આ તકે સહકારી અગ્રણીઓ, પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.