અમરેલી ડેપોમાંથી  નવી શરૂ થઈ રહેલી એસ.ટી બસ રાત્રે ૮.૩૦ ઉપડી સવારે ૭.૨૦ કલાકે અંબાજી પહોંચશે. બાબરાથી ઉત્તર ગુજરાત તરફ જવા માટે એક પણ બસ ઉપલબ્ધ નથી. બધી બસો વાયા લાઠી, ચાંવડ થઈ જાય છે. આથી આ નવી શરૂ થઈ રહેલી બસને વાયા બાબરાથી ચલાવવા માટે બાબરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુનાભાઇ મલકાણ, ભાજપ આગેવાન બિપિનભાઈ રાદડિયાએ રજુઆત કરી છે. જો આ બસ બાબરા થઇને જાય તો પૂરતા પ્રમાણમાં પેસેન્જર પણ મળી રહેશે અને યાત્રાધામ અંબાજીમાં દર્શન પણ લોકો કરી શકે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત તરફ જવા માટે ૨-૩ બસ ફાળવવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે.