જમવાનું કામ પૂરૂં થયું. જ્યોતિ અને દામલ રસોડામાંથી બહાર નીકળ્યાં. બંન્ને સાથે જ હિંડોળા પર બેઠાં. અર્ધો કલાકમાં તો બા પણ કામમાંથી પરવારી જઇ રસોડામાંથી બહાર નીકળ્યાં. આવીને ઓસરીની કોરે બેઠાં, ત્યારે જ દામલ બોલ્યો: “ આજે ત્રણ દિવસનો થાક ભેગો થયો છે, બા…! મારે તો બેસવું નથી. હું તો ઊંઘી જઇશ.”
“તને એકને જ થાક લાગ્યો હશે નહીં…? આ છોકરી જબરી નો કહેવાય ? તેને થાક નહીં લાગ્યો હોય ? તને બન્ને વહેલાં વહેલાં ઊંઘી જાઓ હું પણ થોડીવારમાં મારા રૂમમાં જાઉ છું…” બા બોલ્યા.
દામલ તો સાચે જ ઊભો થયો. તે તેના રૂમ તરફ ચાલ્યો. ત્યાં તો વળી બા તરત જ બોલ્યાં ઃ “જા…જ્યોતિ તું પણ તારા રૂમમાં જા, આરામ કર, સવાર થતાં તારૂં શરીર સાવ હળવું ફૂલ જેવું થઇ જશે…”
જ્યોતિ પણ ઊભી થઇ તેના રૂમ તરફ ચાલવા લાગી, રૂમનું બારણું ખોલી અંદર જઈ ફરી બારણાને અંદરથી બંધ કર્યું. લાઇટ ચાલુ થતા રૂમ પ્રકાશી ઉઠયો. ઘડીભર તો જ્યોતિને થયું કે, બધાં કપડાં કાઢી રાતભર આરામથી ઊંઘી જવું. પરંતુ તે આવું કરી ન શકી.
ડબ્બલ બેડ પલંગમાં આરામથી તે ચત્તીપાટ પડી. પછી તેના પોતાના જ બન્ને હાથના પંજા…. તેની છાતી પર રાખી, થોડું દબાણ વધારતા વધારતા આંખો બંધ કરી તે વિચારવા લાગી ઃ અનેકાનેક વિચારોના અંતે તેનું હૈયું ભરાઇ આવ્યું. સાચે જ એ રડી, ડૂસકે ડૂસકે જ રડી. તેનું રૂદન શાંત થતું જ ન હતું. કંઇ દિવસથી તે રડી ન હતી તેનું સાટુ આજે વાળી દીધું.
રડવું એટલે હૈયાનો ભાર હળવો કરવો. એ ન્યાયે અત્યારે જ્યોતિના હૈયાનો ભાર હળવો થયો હતો. તેનું હૈયું સાવ ખાલી થઇ ગયું. અંદરથી જે ઉકળાટ હતો, વલોપાત હતો, બળાપો હતો તે ખાલી થઇ ગયો. પછી થોડીવારમાં તો તેનાં ડૂસકાં સમી ગયાં.
સમય ખૂબ જ ખતરનાક છે. તે ગમે તેવા બળવાન વ્યક્તિને પણ મજબૂર બનાવી દે છે. સમય સામે માનવ નામનું અતિ બુધ્ધિશાળી પ્રાણી સાવ જ લાચાર બની જાય છે. એટલે તો કહેવાયું છે કે, સમય સાથે ચાલવું પણ ચેતીને ચાલવું સારૂ! આમ ચાલવા છતાં પણ કયારે કુદરત આકરામાં આકરી પરીક્ષા લેતો હોય છે.
જ્યોતિની જિંદગીનાં સપનાં પણ કેટલાં બધાં અને ખૂબ ઊંચાં ઊંચાં અને મહાન હતા. પરંતુ નસીબ નામના ત્રણ અક્ષરના શબ્દ સામે તે ભાંગી પડી હતી. તેનાં અરમાનો ભાંગીને ચકનાચૂર થઇ ગયાં. તેનાં સજાવેલાં સપનાં બળીને રાખ થઇ ગયાં. હવે છેલ્લે એક આશારૂપી સપનું બચ્યું હતું. જા આ સપનું, આ સપનામાં તે પાર પડે તો… તેની જિંદગી કમળની જેમ ખીલી ઉઠે. પછી સારી રીતે જીવી શકાય.
પરંતુ આવા સપનાને પાર પાડવા માટે તેણે કેટલું મોટું બલિદાન આપવું પડ્યું…! આવું તો ઘણું ઘણું વિચારી જ્યોતિ હજી પણ મનમાં ને મનમાં રીબાતી રહી, અકળાતી રહી, મુંઝાતી રહી. કારણ કે આટલું બધું મોટું બલિદાન આપવા છતાં પણ પરિણામ શૂન્ય આવે તો…?! તો પછી તો, છેલ્લે આત્મહત્યા કરવા સિવાય બીજા કોઇ રસ્તો હતો જ નહીં.
હા, તેણે તો તેનું શરીર એટલે તન, એક એક અંગ અને ફાટફાટ ફુટતી જુવાની સાથે આખી કાયા દામલને હસતાં હસતાં જરાપણ અચકાયા વગર અર્પણ જ કરી દીધી. એક નૂતન આશા થકી ત્રણ ત્રણ મણની જારૂકી એવી યુવાન કાયાનો ભાર પણ હસતાં હસતાં સહન કરી લીધો શા માટે ? શું કામ… ? – બસ… એક જીંવત આશાની પ્યાસ થકી, જીવન જીવવાની લાલસા માટે અને બીજી એક અગત્યની જિંદગીને જીવતદાન આપવા માટે જ તેણે આવું કર્યું, આવું પલગું ભર્યું હતું.
જા કે અત્યારે તો નસીબ સાથ આપતું હોય તેવું જ્યોતિને લાગ્યું. કારણ કે માસિકધર્મના ત્રણ ચાર દિવસ પછી, આમ આવી રીતે ભેગાં થવાથી ભાગ્ય ઊઘડવાની શક્યતાઓ અનેકગણી વધી જતી હોય છે. આવા આ સમયમાં સંતાન રહી જવાનું વધારે માનવામાં આવે છે. જા તેને સાચે જ ગર્ભ રહે તો… બે માનવની જિંદગી સુખેથી તરી જાય. આમ જ્યોતિનું આવું પોતાનું માનવું હતું. એટલે તો ચરમસીમાના અસહસ્ય સુખ સમયે અતિ જાશીલા વેગે ધસમસતા પીચકારીના ધોધને પણ તેણે હસતા મોઢે આરામથી તેના શરીરમાં સમાવી લીધો હતો.
તેમ છતાં હવે તો નસીબ જ્યાં લઇ જાય ત્યાં ખરૂં ! એમ મનને મનાવી લઈ જ્યોતિ ઊંઘવા માટે કોશિશ કરવા લાગી. અર્ધો કલાકના અંતે નિંદ્રાદેવીએ તેનો હાથ જ્યોતિના કપાળ પર વહાલથી જાણે ફેરવ્યો ને એ સાથે જ તે ઊંઘમાં સરી પડી.
મંગળવારની સવારે જ્યોતિની આંખ થોડી વહેલી ઊઘડી. તે ઊઠી. બાથરૂમમાં જઇ દાતણ – પાણી વગેરે કર્યું, પછી બાથરૂમ બંધ કરી તેણે તેના શરીર પરના બધાં જ કપડાં કાઢી નાખ્યાં. પોતાના રૂપાળા એવા યુવાન અંગો પર તેણે બધે જ નજર ફેરવી. કયાંક કયાંક જરા અમસ્તા ડાઘા હજી પણ દેખાતા હતા. આવું જાઇ વળી તેના મોંઢામાંથી એક કોરી કોરી આહ બહાર નીકળી ગઇ. (ક્રમશઃ)