વસંત પંચમીના પાવન પ્રસંગે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, અમરેલી દ્વારા ‘સત્સંગદીક્ષા હોમાત્મક યજ્ઞ’નું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ વંદનીય સંત વિભૂતિ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પ અને પ.પૂ.મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી અમરેલીમાં નૂતન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. મંદિર પ્રતિષ્ઠા સુધી હરિભક્તોના ઘરે ઘરે દરરોજ યજ્ઞ યોજાશે. આ નૂતન પ્રકલ્પનો પ્રારંભ વસંત પંચમીના પવિત્ર દિવસે સત્સંગદીક્ષા મહાયજ્ઞથી કરવામાં આવ્યો હતો. નૂતન મંદિર પરિસરમાં યજ્ઞકુંડ ધરાવતી યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.પ.પૂ. મહંતસ્વામી મહારાજ દ્વારા રચેલ ‘સત્સંગદક્ષા’ ગ્રંથના ૩૧૫ શ્લોકોના પારંપરિક ગાન વચ્ચે, ૫૫૧ યજમાનોએ ૧,૦૦,૦૦૦ થી વધુ આહુતિઓ યજ્ઞનારાયણને અર્પી હતી.