દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકો માટે આજે સવારે સાત વાગ્યાથી કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ થયું હતું જે સાંજના પાંચ વાગ્યા સુધી ચાલ્યું હતું. ૬ વાગ્યા સુધી જે મતદારો મતદાન મથકોની અંદર લાઇનમાં ઉભા હતાં તેમને મતદાન કરવાની મંજુરી આપવામાં આવી હતી.મતદાન શરૂ થતાં જ મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી. યુવાનોથી લઈને વૃદ્ધો અને દિવ્યાંગો સુધી, મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યા હતાં. મતદારોએ ૬૯૯ ઉમેદવારોનું ભાવિ મતદારો દ્વારા ઇવીએમમાં કેદ કરવામાં આવ્યું હતું. મતદાન માટે ૧૩,૭૬૬ મતદાન મથકો પર સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન થયું હતું.સાંજના પાંચ વાગ્યા સુધી ૫૮ ટકા મતદાન થયું હતું.મુસ્તફાબાદ બેઠક પર સૌથી વધુ ૬૬.૬૫ ટકા મતદાન થયું હતું. મુસ્લીમ બહુમતિવાળા વિસ્તારોની ૧૧ બેઠકો પર ભારે મતદાન થયું હતું
મતદાન દરમિયાન દિલ્હીના સીલમપુરમાં નકલી મતદાનના આરોપોને લઈને ભારે હોબાળો મચી ગયો હતો.આપ અને ભાજપ કાર્યકરો વચ્ચે ઝઘડો થયો અને એકબીજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા. સ્થળ પર હાજર પોલીસે બંને પક્ષના કાર્યકરોને ત્યાંથી દૂર કર્યા. ભાજપના નેતાઓના મતે, આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જેમાં બુરખો પહેરેલી મહિલાઓએ મતદાન મથકો પર નકલી મતદાન કર્યું હોવાના આક્ષેપો થયા છે. ભાજપના કાર્યકરોએ દાવો કર્યો હતો કે ચૂંટણી પ્રક્રિયામાં ગોટાળા થઈ રહ્યા છે.ભાજપે ચૂંટણી પંચ પાસે નકલી મતદાન રોકવાની માંગ કરી હતી.અધિકારીઓએ હજુ સુધી આરોપોનો જવાબ આપ્યો નથી ગ્રેટર કૈલાશ વિધાનસભા બેઠકના આપ ઉમેદવાર, સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો કે દિલ્હી પોલીસ ચિરાગ દિલ્હીના એક મતદાન મથક પર લોકોને મતદાન કરતા અટકાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે ચૂંટણીને પ્રભાવિત કરવા માટે પોલીસકર્મીઓ સવારથી અહીં ઉભા છે. અહીં બેરિકેડ શા માટે લગાવવામાં આવ્યા છે? દિલ્હી પોલીસના કયા વરિષ્ઠ અધિકારીએ તેમને બેરિકેડ લગાવવાનું કહ્યું છે? આ બધું ગરીબ ગ્રામજનોને હેરાન કરવા માટે કરવામાં આવી રહ્યું છે. સૌરભ ભારદ્વાજે કહ્યું કે જ્યાં પણ આમ આદમી પાર્ટીના મતદારો વધુ છે, ત્યાં માલવિયા નગરના એસીપી અને એસએચઓ ખુલ્લેઆમ લોકોને હેરાન કરી રહ્યા હતાં.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વિદેશ મંત્રી એસ. જયશંકર, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને મુખ્યમંત્રી આતિશી બુધવારે સવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પ્રારંભિક મતદારોમાં હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડો. રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રીય વિદ્યાલય, રાષ્ટ્રપતિ એસ્ટેટ ખાતે પોતાનો મત આપ્યો. કાલકાજી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબાએ પણ મતદાન કર્યું હતું. કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરી અને તેમની પત્ની લક્ષ્મી પુરી બુધવારે ગ્રીન પાર્ક, નવી દિલ્હીમાં દિલ્હી વિધાનસભા ચૂંટણી મતદાન મથક પર મતદાન કર્યા પછી તેમની શાહીવાળી આંગળીઓ બતાવી હતી.દિલ્હીના મુખ્યમંત્રી અને આપ નેતા આતિશીએ નવી દિલ્હીમાં પોતાનો મત આપ્યો. નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ તેમના પરિવાર સાથે નિર્માણ ભવન સ્થિત મતદાન કેન્દ્ર પર દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન કર્યું.
કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન કર્યું હતું. વિદેશ મંત્રી ડા. એસ. જયશંકરે બુધવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી ૨૦૨૫માં વહેલી સવારે પોતાનો મત આપ્યો. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ પત્ની સાથે પોતાનો મત આપ્યો.દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને તેમની પત્નીએ પટપરગંજ વિધાનસભા મતવિસ્તાર હેઠળના મયુર વિહાર ફેઝ ૧ માં સ્થિત મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો.
નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસના ઉમેદવાર સંદીપ દીક્ષિતે પણ વહેલી સવારે મતદાન કર્યું હતું. દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ તેમની પત્ની સાથે મતદાન કર્યું. આ દરમિયાન તેણે પોતાની આંગળી પર શાહીનું નિશાન પણ બતાવ્યું.દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ પોતાના સમગ્ર પરિવાર સાથે મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા હતાં કેજરીવાલ પોતાના માતા-પિતાને વ્હીલચેરમાં બેસાડીને ઘરેથી નીકળ્યા હતાં. મતદાન કર્યા પછી કેજરીવાલે મીડિયાકર્મીઓ સાથે વાત કરી અને દિલ્હીના લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી.
અરવિંદ કેજરીવાલે કહ્યું, “…હું દિલ્હીના તમામ લોકોને મતદાન કરવા અને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરવા માંગુ છું. હું દરેકને દિલ્હીના વિકાસ માટે મતદાન કરવા વિનંતી કરું છું. સ્વાભાઆ દરમિયાન, અરવિંદ
કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલે કહ્યું, “દિલ્હીના લોકો ખૂબ જ બુદ્ધિશાળી છે. અમને તેમના પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેઓ ગુંડાગીરી સહન કરશે નહીં. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે દિલ્હીના લોકો યોગ્ય પસંદગી કરશે.” આપને જણાવી દઈએ કે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.