બારામુલ્લાના સાંસદ એન્જિનિયર રાશિદે તિહાર જેલમાં અનિશ્ચિતકાળ માટે ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે. આ હડતાળ આજથી શરૂ થઈ હતી, જે લોકસભા સત્રનો પહેલો દિવસ છે. રશીદે જેલમાં રહીને ચૂંટણી જીતી હતી. જૂનમાં ચૂંટણી જીત્યા પછી તેમને સંસદ સત્રોમાં હાજરી આપવા માટે જામીન આપવામાં આવ્યા નથી. ધરપકડના કારણે તેઓ બજેટ સત્રમાં હાજરી આપી શકતા નથી. આ હડતાળ એટલા માટે છે કારણ કે તેમને સંસદમાં તેમના મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાનો લોકશાહી અધિકાર આપવામાં આવી રહ્યો નથી.
એÂન્જનિયર રાશિદ આવામી ઇત્તેહાદ પાર્ટીના વડા પણ છે. તેમણે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે ભૂખ હડતાળની પોતાની યોજના વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોવા છતાં, તેમને સંસદમાં તેમના મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાના લોકશાહી અધિકારથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. રશીદે તેમના સંસદીય અધિકારોના ‘વ્યવસ્થિત ઉલ્લંઘન’ની નિંદા કરી છે. તેમણે અધિકારીઓની કાર્યવાહીને “લોકશાહીની મજાક” ગણાવી. તેમણે કહ્યું કે તેમની ભૂખ હડતાળ સરકારને ઉત્તર કાશ્મીરના લોકોના અવાજ અને આદેશનું સન્માન કરવાની યાદ અપાવવા માટે હતી.
આ મુદ્દે,એઆઇપી પ્રવક્તા ઇનામ ઉન નબીએ જણાવ્યું હતું કે પાર્ટીના સભ્યો શુક્રવારે શ્રીનગરની પ્રેસ કોલોનીમાં ભૂખ હડતાળ પર પણ જશે. તેમણે કહ્યું કે રશીદનો જેલમાંથી અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ પર જવાનો નિર્ણય તેમની સાથે થઈ રહેલા અન્યાય સામે એક ભયાવહ પરંતુ માનનીય પ્રતિભાવ હતો. અમે અધિકારીઓને લોકશાહીનો આદર કરવા અને તેમને ચૂંટાયેલા સાંસદ તરીકે તેમની ફરજા બજાવવા દેવા વિનંતી કરીએ છીએ.
રાશિદની ધરપકડ અને જામીન ન મળવાથી તેમના સમર્થકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. તેમનું માનવું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિને સંસદમાં પોતાનો અવાજ ઉઠાવવાનો અધિકાર હોવો જાઈએ. આ કેસ ફરી એકવાર ચૂંટણી પ્રક્રિયા અને ન્યાયિક પ્રણાલી પર પ્રશ્નો ઉભા કરે છે. પાર્ટીના કાર્યકરો કહે છે કે જા કોઈ વ્યÂક્ત ચૂંટણી જીતી શકે છે, તો તેને જનતાનું પ્રતિનિધિત્વ કરવાની તક પણ મળવી જાઈએ. રાશિદના સમર્થકો તેમની મુÂક્ત અને સંસદમાં ભાગ લેવાની પરવાનગીની માંગ કરી રહ્યા છે.