સાવરકુંડલામાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેકટર પાછળ બાંધેલી ગાડા લારીની અડફેટે એક વૃધ્ધા ઈજાગ્રસ્ત થયા હતા. બનાવ અંગે પરેશભાઈ ડાભીએ હાથસણી ગામના ભીખાભાઈ બુહા સામે નોંધાવેલ ફરિયાદ પ્રમાણે આરોપીએ તેમના ટ્રેકટર પાછળ ગાડા લારી જાડેલ હોય જેને પુરઝડપે ચલાવી તેમના દાદીને અડફેટે લીધા હતા. જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. જે.જે. રાઠોડે વધુ તપાસ હાથ ધરી છે.