ધારી તાલુકાનાં હીરાવા ગામે ઈલેકટ્રીક શોક લાગવાથી મહિલાનું મોત થયું છે. બનાવની વિગત જાઈએ તો નજમાબેન હનીફભાઈ લલગ(ઉ.વ.૩૭)ને ઈલેકટ્રીક વીજશોક લાગવાથી તેમનું
મૃત્યું થયું હતું. ધારી પોલીસ સ્ટેશનનાં અના. હેડ કોન્સ. એમ.એચ. વાઘે વધુ તપાસ હાથ ધરી છે. તેવી જ રીતે ખીચા ગામે રહેતા વાઘજીભાઈ બાવચંદભાઈ વાગડીયા(ઉ.વ.૪૪)એ ઉંઘની એક ટીકડી લેવાની જગ્યાએ વધુ માત્રામાં ટીકડી લઈ લીધી હતી.
જેના કારણે ઝાડા-ઉલ્ટી થવા લાગી અને છાતીમાં ગભરામણ થવા લાગી હતી. તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજયું હતું.