વડીયા તાલુકાનાં ખજુરી પીપળીયા ગામે રહેતા હંસરાજભાઈ ધાધલ (ઉ.વ.૪પ)ને પેરાલિસીસની બીમારી હતી. તેમણે બીમારીથી કંટાળી જઈ એસિડ પી લીધું હતું. જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન તેમનું મૃત્યું થયું હતું. બનાવ અંગે વડીયા પોલીસ સ્ટેશનનાં એ.એસ.આઈ. પી.ડી. કલસરીયાએ વધુ તપાસ હાથ ધરી છે.