અમરેલી જિલ્લાના મોટી કુંકાવાવ શ્રી તુલજા ભવાની મઢ ખાતે શ્રી રૂદ્રચંડી યજ્ઞ યોજાશે. સમસ્ત સોની લુહાર પરિવારના કુળદેવીશ્રી તુલજા ભવાની માતાજીની પ્રસન્નતા અને કુપાપ્રાપ્તિ માટે યોજાનાર આ યજ્ઞ તા.૦૯-૦રને રવિવારના રોજ શ્રી તુલજા ભવાની સ્થાનક, રામજી મંદિર પાસે, મોટી કુંકાવાવ ખાતે યોજાશે. જેમાં તા.૦૮-૦રને શનિવારના રોજ સવારે ૦૯ઃ૦૦ કલાકે હેમાદ્રી પ્રાયશ્ચીત દશવિધ્ધ સ્નાન, સવારે ૧૦ઃ૦૦થી ૧રઃ૦૦ કલાકે સ્થાપીત દેવપૂજન, બપોરે રઃ૩૦થી પઃ૩૦ ગ્રહશાંતિ તેમજ હોમાત્મક કાર્ય સાંજે પઃ૩૦થી ૬ઃ૧પ આરતી સમાપન યોજાશે. જ્યારે ૦૯-૦રને રવિવારે બપોરે રૂદ્રચંડી યજ્ઞ યોજાશે. માતાજીના ધાર્મિક પ્રસંગે સમસ્ત સોની લુહાર પરિવારને પધારવા જાહેર નિમંત્રણ પાઠવાયું છે.