અમરેલીના ફોરવર્ડ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે અમરેલી જિલ્લા આહિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ ૦૭/૦૨/૨૦૨૫ને શુક્રવારના રોજ સવારના સમયે છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આહિર સમાજની ૧૬ દીકરીઓ પ્રભુતામાં પગલા માંડશે. સાથે અતીત સાધુ સમાજની એક દીકરી સમાજ સુધારણારૂપી આ યજ્ઞમાં જોડાશે. સમાજનાં સામાજિક-રીતિ રીવાજા મુજબ આ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી આહિર સમાજના સામાજિક, રાજકીય આગેવાનો અને અમરેલી જિલ્લાના વિવિધ રાજકીય આગેવાનો હાજરી આપશે. તેમજ પ્રભુતામાં પગલા પાડતા નવદંપતીઓને આશીર્વાદ આપશે. આ તકે આયોજકો દ્વારા સમગ્ર અમરેલી જિલ્લામાં વસવાટ કરતા આહિર સમાજને આ સમૂહ લગ્નોત્સવમાં સહભાગી થવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ સમૂહલગ્નને સફળ બનાવવા માટે આહીર સમાજના આગેવાનોના માર્ગદર્શન હેઠળ યુવાનોની ટીમો દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમનો હેતુ સમાજમાં પરિવર્તન લાવવાનો છે અને આહિર સમાજના પરિવારોને આર્થિક ભલાઈ માટે દ્રષ્ટિ આપવાનો છે.