હરિવિહાર યોગ પાઠશાળામાં ૧લી ફેબ્રુઆરીના રોજ વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રાંત વિકાસ અધિકારી અશરફ આર. કુરેશી અને યોગ કોર્ડિનેટર પંડયા ઉપસ્થિત રહ્યા હતા અને મોટી ઉંમરના લોકો માટે યોગના વિવિધ આસનો રજૂ કર્યા તથા યોગ અને પ્રાણાયામનું મહત્વ સમજાવી, તંદુરસ્ત અને નિરોગી રહેવા માટે પ્રેરણા આપી હતી. જેમાં યુવા વિકાસ અધિકારી કુરેશીએ રોજિંદા યોગ અને પ્રાણાયામની આવશ્યકતા પર ભાર આપ્યો હતો. આ તકે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા બહેનોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.