ગીર સોમનાથમાં જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ ૩.૦ની અંડર–૧૪, અંડર -૧૭ની જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધા તાજેતરમાં કોડીનાર સોમનાથ એકેડેમી મુકામે યોજાઇ હતી. જેમાં જિલ્લાભરમાંથી જુદી જુદી શાળાની બહેનોની અંડર – ૧૪, અંડર -૧૭ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં સોમનાથ DLSS તેમજ નોન DLSS સોમનાથ એકેડેમીમાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. જેમાં સોમનાથ એકેડેમીની બહેનોએ ૬ ગોલ્ડ મેડલ, ૮ સિલ્વર મેડલ અને ૧૨ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. અને આગામી સમયમાં રાજ્ય કક્ષા ખાતે રમવા જશે. આ તમામ વિજેતા ખેલાડીઓને એકેડેમીના પ્રમુખ કરસનભાઈ સોલંકી, જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજીભાઈ ભાલીયા, કબડ્ડી રમતના ડિસ્ટ્રિક્ટ કોચ રીટાબેન ચૌધરી, કુસ્તી કોચ નરેશકુમાર ચૌધરી,DLSS મેનેજર રણજીતભાઈ દાહીંમા, સ્પોટ્‌ર્સ ડાયરેક્ટર સંજયભાઈ સોલંકી, કેમ્પસ ડાયરેક્ટર કુણાલભાઈ સોલંકી વગેરેએ શુભેચ્છાઓ પાઠવી હતી.