ધોરાજીનાં વેગડી ગામે કાળા ઘુનાવાળી આઇ શ્રી ખોડિયાર માતાજી મંદિર ખાતે ખોડિયાર જયંતીની ભવ્ય ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ધ્વજારોહણ, આરતી, પૂજન અર્ચન, દાંડીયારાસ, ભોજન પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા મંદિરના મહંત શ્રી જગદીશબાપુ હરિયાણી તેમજ સેવકોએ જહેમત ઉઠાવી હતી.