સુરતમાં ડમ્પર અને ખાનગી બસ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે.જેમાં એક મુસાફરનું મોત થયું છે. હજીરામાં અકસ્માત બાદ ડમ્પર અને બસ પલટી ગઈ હતી. આ અકસ્માત થયો ત્યારે ખાનગી કંપનીની બસમાં ૫૦ થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા. ઘટનાની માહિતી મળતાં જ ૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હજીરા વિસ્તારમાં વહેલી સવારે એક ભયાનક અકસ્માત થયો હતો, જ્યારે બસ અને ડમ્પર સામસામે અથડાયા હતા, જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે અકસ્માત બાદ બસ અને બંને સામસામે અથડાયા બાદ પલટી મારી ગયા હતા જેના કારણે રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
ખાસ વાત એ છે કે ઘટનાની જાણકારી મળતા જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઘાયલોને બસમાંથી બહાર કાઢ્યા હતા. સાથે જ પોલીસે પણ આ ઘટનાની તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાની માહિતી મળતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આસપાસના લોકો ઘાયલોને એમ્બ્યુલન્સમાં સારવાર માટે લઈ ગયા હતા. પોલીસે ઘાયલો સહિત તમામ લોકોના નિવેદન લીધા છે. કોઈને ગંભીર ઈજા થઈ નથી. જેમને નાની-મોટી ઈજાઓ થઈ હતી તેઓને સારવાર આપી રજા આપવામાં આવી હતી.
પોલીસે તપાસ માટે નજીકના સીસીટીવી ફૂટેજ પણ પોતાના કબજામાં લીધા છે. વેડ રોડ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસને રોડ પર ખાડો ખોદી નાખ્યો હતો. પરંતુ બેદરકાર વહીવટી તંત્રના અધિકારીઓ ખાડા પર બેરીકેટ નાખવાનું ભૂલી ગયા હતા. જેના કારણે રાત્રે રિક્ષા લઈને નીકળેલા ચાલકને ખાડો મળ્યો ન હતો. જેના કારણે રિક્ષા સીધી ખાડામાં પડી હતી. જેના કારણે રિક્ષાચાલકને ઈજા થઈ હતી.