જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ સોમવારે કહ્યું કે સરકાર કેન્દ્રશાસિત પ્રદેશને રાજ્યનો દરજ્જા આપવાની લાંબા સમયથી ચાલી આવતી માંગણીને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે આજે જમ્મુમાં જમ્મુ અને કાશ્મીર વિધાનસભાના બજેટ સત્રના પહેલા દિવસે પોતાના સંબોધન દરમિયાન આ વાત કહી. આ ઉપરાંત, સરકાર જમ્મુ અને કાશ્મીરમાં સમયસર પંચાયત અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
એલજીએ જણાવ્યું હતું કે રાજ્યની ઇચ્છા પૂર્ણ ન થાય ત્યાં સુધી સરકાર હિસ્સેદારો સાથે વાતચીત કરવા માટે પ્રતિબદ્ધ છે. સરકાર કાશ્મીરી પંડિતોના પાછા ફરવાની સુવિધા આપવા અને તેમના માટે સલામત અને અનુકૂળ વાતાવરણ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું, “આ બજેટ માત્ર એક નાણાકીય દસ્તાવેજ નથી પણ ઉજ્જવળ ભવિષ્ય માટે લોકોની આશાઓ અને આકાંક્ષાઓને પણ પ્રતિબિંબિત કરે છે.
ઐતિહાસિક મહત્વ ધરાવતા આ કેન્દ્રશાસિત પ્રદેશમાં નેશનલ કોન્ફરન્સની આગેવાની હેઠળની સરકારની રચના પછી આ બીજું વિધાનસભા સત્ર છે. સિંહાએ ભાર મૂક્યો કે આ બજેટ સાત વર્ષમાં પ્રથમ વખત ચૂંટાયેલી સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, જે લોકોની શક્તિ અને તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓની આકાંક્ષાઓનું પ્રતીક છે.
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાના આ નિવેદનો પ્રદેશમાં વધતી રાજકીય
આભાર – નિહારીકા રવિયા ગતિવિધિઓ વચ્ચે આવ્યા છે, જ્યાં વિપક્ષી પક્ષો અનેક વિવાદાસ્પદ મુદ્દાઓ પર સરકારને પડકારવા માટે તૈયારી કરી રહ્યા છે. આજે ઉપરાજ્યપાલના સંબોધન સાથે શરૂ થયેલા બજેટ સત્રમાં ઉગ્ર ચર્ચા થવાની ધારણા છે કારણ કે ભાજપ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને પીપલ્સ કોન્ફરન્સ સહિતના વિપક્ષી પક્ષો અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવા માટે તૈયાર છે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા સત્રમાં મુખ્ય મુદ્દાઓમાં ચૂંટણી યોજવી, કલમ ૩૭૦ પાછી ખેંચવી અને અનામતનો વર્તમાન મુદ્દો સામેલ હોવાની શક્યતા છે.