ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે તાજેતરમાં ત્રણ ગંભીર અકસ્માતો સજાર્યા હતા. જેમાં કચ્છના સામખિયાળી-માળિયા હાઇવે પાસે અકસ્માતની ઘટના ઘટી હતી. આ અકસ્માતમાં એક સાથે ૭ વાહનો ટકરાયા હતા. જેમાં એક વ્યક્તિનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું. આ ઉપરાંત અકસ્માતમાં અન્ય લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.
સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યાસુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા
હાઇવે પર વહેલી સવારના ગંભીર અકસ્માતમાં એકસાથે ૭ વાહનો એકબીજા સાથે ટકરાયા હતા. જેના કારણે હાઇવે પર ટ્રાફિકજામ સજાર્યાે હતો. વધુ મળતી માહિતી મુજબ ટ્રક, ટેમ્પો, બસ સહિત નાના વાહનોનો વચ્ચે અકસ્માત સજાર્યાે હતો. ત્યારે બીજી તરફ વડોદરામાં ગોરવા મધુનગર બ્રિજ ઉપર વિદ્યાર્થીને અકસ્માત નડ્યો હતો.
મળતી માહિતી મુજબ વડોદરાના ગોરવા મધુનગર બ્રિજ ઉપર કરચિયા ગામનોથી અભ્યાસ માટે બાઈક પર જઇ રહેલા મિહીર સોલંકીને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે વિદ્યાર્થીનું બાઈક સ્લીપ થયું કે કોઈએ ટક્કર મારી તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરતના વેડ વરિયાવ બ્રિજ પર અકસ્માત થયો હતો. જેમાં બાઈક સ્લીપ થતા માથું ડિવાઈડર સાથે ભટકાતા યુવકનું મોત નિપજ્યું હતું. જેમાં ૧૯ વર્ષય રાકેશ ભીલને માથામાં ગંભીર ઇજા પહોંતચા ઘટનાસ્થળે મોત નિપજ્યું. મળતી માહિતી મુજબ મૃતક રાકેશ સહજાનંદ ગીર શાળામાં દૂધ ડીલેવરીનું કામ કરતો હતો. જાકે રાકેશના સાથે બાઈક પર સવર સાથી મિત્રનો આબાદ બચાવ થયો હતો.