રાજ્યમાંથી બોગસ તબીબ ઝડપાવાનો સિલસિલો યથાવત છે. પ્રાથમિક માહિતી અનુસાર પાટણ જિલ્લામાં ફરી એક વખત બોગસ તબીબનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ જાવા મળી રહી છે.પાટણ ર્જીંય્ પોલીસે બાદમીના આધારે બે બોગસ તબીબને ઝડપી પાડ્યા છે.
પાટણ એસઓજી પોલીસને સમી તાલુકાના માંડવી ગામે ડિગ્રી વગર પ્રેક્ટીશ કરતા રાજેન્દ્ર વ્યાસ વિશે માહિતી મળતા પોલીસે મુદ્દામાલ સહિત બોગસ તબીબને રંગે હાથ તેને ઝડપી પાડ્યો હતો.
સાંતલપુરના પીપરાળા ગામે ભાડાના મકાનમાં ડિગ્રી વગર પ્રેક્ટીશ કરતા જવાભાઈ રબારી નામનો વ્યક્તિ ઝડપાયો હતો.પોલીસ દ્વારા ઈન્જેક્શન સહિત મેડિકલ સાધનો બોગસ ડોક્ટર પાસેથી કબજે કરવામાં આવ્યા હતા.