સીરિયામાં, અસદના વફાદારોએ સીરિયન દળો પર હુમલો કર્યો. આ સમયગાળા દરમિયાન, ઓછામાં ઓછા ૧૩ પોલીસ અધિકારીઓ માર્યા ગયા. માહિતી અનુસાર, ગુરુવારે દરિયાકાંઠાના શહેરમાં બંદૂકધારીઓએ સીરિયન પોલીસ પેટ્રોલિંગ ટુકડી પર હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા ૧૩ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતા. ઘણા લોકો ઘાયલ પણ થયા છે.
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે સીરિયાના દરિયાકાંઠાના વિસ્તારમાં ભૂતપૂર્વ રાષ્ટÙપતિ બશર અલ-અસદના લઘુમતી અલાવાઈટ સંપ્રદાયના સભ્યો અને ઇસ્લામિક જૂથો વચ્ચે તણાવ વધી રહ્યો છે. ડિસેમ્બરની શરૂઆતમાં ઇસ્લામિક હયાત તહરિર અલ-શામના નેતૃત્વ હેઠળના બળવાખોર જૂથોના આક્રમણમાં અસદના શાસનને ઉથલાવી દેવામાં આવ્યું હતું.
બ્રિટન સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ અનુસાર, લટાકિયા શહેર નજીક જબલેહ શહેરમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા ૧૬ લોકો માર્યા ગયા હતા. મોનિટરિંગ ગ્રુપના વડા રામી અબ્દુર્રહમાને જણાવ્યું હતું કે પોલીસ દળ પર હુમલો કરનારા બંદૂકધારીઓ અલાવાઈ હતા. “શાસનના પતન પછી આ સૌથી ખરાબ અથડામણ છે,” અબ્દુર્રહમાને કહ્યું.
દમાસ્કસના એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે આ હુમલામાં જનરલ સિક્્યુરિટી ડિરેક્ટોરેટના ૧૩ સભ્યો માર્યા ગયા હતા. અધિકારીએ નામ ન આપવાની શરતે વાત કરી કારણ કે તેમને મીડિયાને સુરક્ષા માહિતી જાહેર કરવાનો અધિકાર નહોતો. જાકે, રાજ્ય મીડિયાએ અહેવાલ આપ્યો છે કે અધિકારીઓએ નજીકના શહેર ટાર્ટસમાં ૧૨ કલાકનો કર્ફ્યુ લાદ્યો છે, જ્યાં લોકોને ઘરે રહેવા અને જાહેર સ્થળોએ કોઈપણ મેળાવડા ટાળવા વિનંતી કરવામાં આવી છે.
સ્થાનિક મીડિયાએ સુરક્ષા અધિકારી સાજિદ અલ-દીકને ટાંકીને જણાવ્યું હતું કે પરિસ્થિતી નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે ગુરુવારે સુરક્ષા દળો પર હુમલો કરનારા બંદૂકધારીઓ સાથે અલાવાઈઓનો કોઈ સંબંધ નથી. “અમે સાંપ્રદાયિક લાગણીઓ ભડકાવવાથી દૂર રહેવાનું આહ્વાન કરીએ છીએ,” અલ-દીકે કહ્યું.