અમરેલી એલ.સી.બી. ટીમે વરસડા ગામની સીમમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ ૧૨૯૪ તથા બિયર નંગ -૪૭૦ મળી કુલ કિં.રૂ.૨,૦૯,૮૨૨/- ના મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરી હતી. એલ.સી.બી. પોલીસ ઇન્સ. વી.એમ. કોલાદરાની રાહબરી હેઠળ ટીમને ગત રાત્રે પેટ્રોલીંગ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ અંગે બાતમી મળેલ હતી. જેના આધારે વરસડાની સીમમાં રેઈડ દરમિયાન રઘુવીર ભાભલુભાઈ ધાંધલ (ઉ.વ.૨૬, રહે.વરસડા)ને વિદેશી દારૂની બોટલો તથા બિયર ટીન સાથે પકડીને તેમાં સંડોવાયેલ અન્ય ફરાર આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી. આ ફરાર આરોપીઓમાં (૧) કુલદીપ ધીરૂભાઈ ધાંધલ, રહે.વરસડા, હાલ રહે. અમરેલી. (૨) રણજીત જયતાભાઈ ધાંધલ, રહે. લીલીયા, હાલ રહે.અમરેલી, અને (૩) સુજીત ધીરૂભાઈ ધાંધલ, રહે.વરસડા, હાલ રહે.અમરેલીનો સમાવેશ થાય છે.