સાવરકુંડલામાં શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આટ્ર્સ કોલેજમાં તા.૬-૩-૨૫ના રોજ ૩૮મા વાર્ષિકોત્સવનું આયોજન કરાયું હતું. આ તકે ડો. દિપકભાઈ શેઠ અને મુખ્ય વક્તા તરીકે લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશન સણોસરાના ઉપકુલપતિ ડો. વિશાલભાઈ ભાદાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
મહેમાનોનું સ્વાગત કોલેજના કાર્યકારી આચાર્ય ડી.એલ. ચાવડાએ કર્યું હતું. પ્રા. છાયાબેન શાહે કોલેજ વિશે વાત કરી હતી અને ત્યારબાદ ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
ડો. વિશાલભાઈ ભાદાણીએ વિદ્યાર્થિનીઓને ટેકનોલોજીનો ઉપયોગ કરીને કારકિર્દીનું ઘડતર કરી, પોતાની સ્વ-ઓળખ કઈ રીતે ઊભી કરવી, પોતાના માતા-પિતાને કઈ રીતે મદદરૂપ થવું તે વિશે પ્રેરક પ્રવચન આપ્યું હતું. ડો દીપકભાઈ શેઠે પણ વિદ્યાર્થિનીઓને પોતાનું ધ્યેય કઈ રીતે પ્રાપ્ત કરવું, તે પોતાનું વ્યક્તિગત દૃષ્ટાંત આપીને સમજાવ્યું હતું. મેનેજિંગ ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા, પ્રમુખ ચંદ્રિકાબેન ઘેલાણીએ પ્રેરક પ્રવચન આપેલ. આભાર દર્શન પ્રા.ડો. પ્રતિમાબેન શુક્લએ કર્યું હતું.