સાવરકુંડલાના કમા બાપા દોશી વાડી દેરાસર શેરી ખાતે શુક્રવારે (૭ માર્ચ ૨૦૨૫) સવારે ૯ઃ૦૦ થી બપોરના ૧ઃ૦૦ વાગ્યા સુધી ધીરજ ગુરુદેવની પ્રેરણાથી સ્થાનકવાસી જૈન સંઘ સાવરકુંડલા અને ડિવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા વિનામૂલ્યે દંત ચિકિત્સા અને દાંતની બત્રીસીનો કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ૭૧ દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં ૨૮ દર્દીઓને વિનામૂલ્યે દાંતની બત્રીસી આપવામાં આવી હતી. કેમ્પમાં સાવરકુંડલાના મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને કેમ્પને સફળ બનાવ્યો હતો. કેમ્પમાં દર્દીઓને દાંતની સ્વચ્છતા અને જાળવણી વિશે પણ માહિતી આપવામાં આવી હતી.