ઉનામાં રહેતા સકીલભાઇ ઉમરભાઇ બ્લોચ (ઉ.વ.૨૮)એ જયદીપભાઇ દરબાર, પ્રદીપભાઇ દરબાર બન્ને રહે.ભચાદર તથા રવિરાજભાઇ દરબાર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેના કાકાના દીકરાની ફોરવ્હીલ ઓડી ગાડી રજી. નં.GJ 03 HA 9745 ની લઇને પોતાના દાદા મહમદભાઇને મહુવા દવાખાને સારવાર કરાવીને પરત આવતા હતા. તે દરમિયાન આશરે બપોરના પોણા ત્રણેક વાગ્યે રાજુલા રેલવે ફાટકના પુલ પછી હિંડોરણા ચોકડી તરફ પહોંચતા એક અલ્ટો કાર લઇને ત્યાં ઉભેલા ત્રણેય આરોપીઓએ કહેલ કે, ‘આ ગાડીના હપ્તા ચડી ગયા છે અને તમારી ગાડી ફ્રીઝ કરવાની છે’ તેમ કહેતા તેણે જણાવ્યું કે, ‘મારા દાદા બીમાર અને વૃદ્ધ છે અને દવાખાનેથી લઇને ઘરે જઇએ છીએ. તમે ઉના આવો તમને ગાડી આપી દઇશું’ તેમ કહેતા આરોપીને સારૂ નહી લાગતા જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ તેનો કોલર પકડી પેટમાં પાટુ મારીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.ડી. લાંધવા વધુ તપાસકરી રહ્યા છે.