જામનગરમાં ગેરકાયદે રેતી ખનન સામે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. રોયલ્ટી વગરની અને ઓવરલોડ રેતીથી ભરેલા ૧૩ ટ્રક જપ્ત કરાયાછે. આ ૧૩ ટ્રકો પૈકી ખીજડિયા બાયપાસ અને જાંબુડા પાટિયા પાસેથી ૮ ટ્રક જપ્ત જપ્ત કરાયા છે તો ઠેબા ચોકડી અને મોરકંડા પાટિયા વિસ્તારમાંથી ૨ ટ્રક જપ્ત કરાયા છે, અને જાડિયાના હડિયાણા ગામ પાસેથી ૩ ટ્રક જપ્ત કરાયા છે..
જામનગરના ખીજડિયા બાયપાસ, ખંભાળિયા બાયપાસ, લાલપુર બાયપાસ, ઠેબા બાયપાસ તેમજ જાંબુડા પાટીયાથી હડીયાણા થઈ જાડીયા સુધી અને જાંબુડા પાટીયાથી ધ્રોલ સુધી એસઓજી ટીમ વોચ રાખીને બેઠી હતી. જેમાં રેતી ભરીને પસાર થતાં કેટલાક ટ્રક રોકી લેવામાં આવ્યા હતાં એસઓજી પોલીસે ખાણ ખનીજ વિભાગને સાથે રાખી વિવિધ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. જે દરમ્યાન ધ્રોલના ધાંગડા ગામના પાટિયા પાસેથી બિનવારસી હાલતમાં ૩૫૦ ટન રેતીનો જથ્થો મળ્યો હતો.
આ ટ્રકચાલકો પાસે ટ્રકમાં ભરેલી રેતી અંગે આધાર પુરાવા વગેરેની ચકાસણી કરાયા પછી ૧૩ ટ્રકમાં ભરેલી ૭૦૦ ટન જેટલી રેતી અનઅધિકૃત રીતે ખનન કરાયેલી હોવાનું જણાઈ આવતા તે તમામ ટ્રક પોલીસે કબજે કરી જે તે પોલીસ મથકમાં મુકાવ્યા છે.