સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં લેવાયેલી B.A. (Psy) સેમ.-૫ની લેવાયેલી પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર થયું હતું. જેમાં અમરેલીની શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક ગર્લ્સ સંકુલની શ્રીમતી ડી.એચ. કાબરીયા આટ્ર્સ મહિલા કોલેજનું પરિણામ ૧૦૦ ટકા ફર્સ્ટ ક્લાસ આવ્યું છે. જેમાં આસોદરીયા હેલી જી., કોલેજ ફર્સ્ટ – ૯૦.૧૪%, ગજેરા ગ્રીષ્ના આર. કોલેજ સેકન્ડ- ૮૯.૨૯% અને જમોડ જયા એલ. કોલેજ થર્ડ – ૮૮.૫૭% પરિણામ મેળવેલ છે. આ સફળતા બદલ તમામ સ્ટાફ, સ્ટુડન્ટ્સ-રેન્કરને સંકુલ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવેલ છે.