સાવરકુંડલાના ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોની સેવા કરવામાં આવે છે. સાવરકુંડલાના મહુવા રોડ પર રહેતા એક દિવ્યાંગ સોલંકી વીનુભાઈ રૂપાભાઇને ટ્રસ્ટના ધારાબેન ગોહિલ દ્વારા સમાજ સુરક્ષા ખાતા યોજના અંતર્ગત બસ મુસાફરીનો એકદમ મફત પાસ કઢાવી આપવામાં આવ્યો હતો. એટલું જ નહિ એમની સાથે જે પણ મુસાફરી કરે એ વ્યક્તિને પણ ટિકિટ લેવી ન પડે તેવી સુવિધા અપાવી હતી. સાથે સંત સુરદાસ યોજનાનો ઓફર લેટર પણ તેમને આપવામાં આવ્યો હતો.