ઇંડિયન પ્રીમિયર લીગ ૨૦૨૫ માં ઘણા મહાન ખેલાડીઓ રમતા જોવા મળશે, પરંતુ ઉંમરના આ તબક્કે, તેમની કારકિર્દીનો અંત પણ નજીક હોય તેવું લાગે છે. આ સિઝન પછી ઘણા ખેલાડીઓ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે
ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની આઈપીએલ ૨૦૨૫માં રમનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બનશે. ૪૩ વર્ષની ઉંમરે પણ ધોનીનું મેદાન પર આવવું તેના ચાહકો માટે કોઈ ભેટથી ઓછું નથી. સીએસકેને પાંચ આઈપીએલ ટાઇટલ અપાવનાર ધોનીએ બધું જ જીત્યું છે. જાકે, તે આઈપીએલની બીજી સીઝન માટે તૈયાર છે. પરંતુ, તેની ઉંમરને ધ્યાનમાં લેતા, આ તેની છેલ્લી સીઝન હોઈ શકે છે. સોશિયલ મીડિયા દ્વારા એવા સંકેતો પણ આપવામાં આવી રહ્યા છે કે આ ધોનીની છેલ્લી સીઝન હોઈ શકે છે.
ભારતીય ટીમના અનુભવી ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ આઇપીએલ હરાજીમાં ઇતિહાસ રચ્યો. તે આઇપીએલ ૨૦૦૮ ની હરાજી અને ૨૦૨૫ ની મેગા હરાજીમાં વેચાયેલો એકમાત્ર ક્રિકેટર બન્યો. દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યા બાદ, ઇશાંત શર્માને ગુજરાત ટાઇટન્સે ૭૫ લાખ રૂપિયામાં ખરીદ્યો. ઇશાંત આઇપીએલમાં કોલકાતા નાઈટ રાઇડર્સ, ડેક્કન ચાર્જર્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ, પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ તરફથી રમી ચૂક્યો છે. તે આગામી સિઝનમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમશે. હવે ઘણી ફ્રેન્ચાઇઝીઓ ઇશાંતમાં રસ દાખવતી નથી. આવી Âસ્થતિમાં, જા તેનું પ્રદર્શન સારું નહીં રહે તો તેને નિવૃત્તિ લેવી પડી શકે છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ભૂતપૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને દિલ્હી કેપિટલ્સે તેની બેઝ પ્રાઈસ ૨ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ૪૦ વર્ષની ઉંમરે, ડુ પ્લેસિસ ટુર્નામેન્ટનો બીજા સૌથી વૃદ્ધ ખેલાડી છે પરંતુ ટોપ ઓર્ડરમાં હજુ પણ ખતરનાક છે. ડુ પ્લેસિસે ૧૪૫ આઈપીએલ મેચોમાં ૪,૫૭૧ રન બનાવ્યા છે. જા ડુ પ્લેસિસ સારું પ્રદર્શન કરવામાં અસમર્થ રહે તો આ તેની છેલ્લી સીઝન સાબિત થઈ શકે છે.
અન્ય એક અનુભવી ભારતીય ખેલાડી, કર્ણ શર્માને આઇપીએલ ૨૦૨૫ મેગા ઓક્શનમાં મુંબઈ ઇંડિયન્સે ૫૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ૩૭ વર્ષની ઉંમરે, તે આઇપીએલ ૨૦૨૫માં રમનાર છઠ્ઠો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બનશે. કર્ણ શર્માએ અત્યાર સુધીમાં આઇપીએલમાં ૮૪ મેચ રમી છે, જેમાં તેણે ૩૫૦ રન બનાવ્યા છે અને ૭૬ વિકેટ પણ લીધી છે.
ઇંગ્લેન્ડના અનુભવી ઓલરાઉન્ડર મોઈન અલી બીજી સિઝન માટે આઇપીએલમાં રમશે. ૩૭ વર્ષની ઉંમરે, મોઈન અલી ટુર્નામેન્ટનો પાંચમો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બનશે. મેગા ઓક્શનમાં તેને ડિફેંડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે ૨ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મોઈન અલી ગમે તે ટીમ માટે રમ્યો હોય, તેણે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. બેટિંગ અને બોલ બંનેમાં કુશળ, મોઈન અલી ફરી એકવાર પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે. પોતાની કારકિર્દીમાં ૬૭ આઇપીએલ મેચ રમનાર અલીએ ૧૧૬૨ રન બનાવ્યા છે અને ૩૫ વિકેટ પણ લીધી છે.