અમરેલી શહેરના લીલીયા રોડ પર આવેલો વોકિંગ ટ્રેકનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો છે, જેને લઈ સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારના રહીશો માટે આરોગ્યપ્રદ જીવનશૈલીનું પ્રેરણાસ્થાન બનેલો આ ટ્રેક હવે નષ્ટ થઈ ચૂક્યો છે. આ સોસાયટીઓના રહીશોનું કહેવું છે કે આ વિસ્તારમાં આવેલી રેલવે લાઈન ઉપર ગરનાળુ બાંધવામાં આવી રહ્યું છે, જેના કારણે આસપાસની ૨૦ થી ૨૫ સોસાયટીના લોકોને તેમની રોજિંદી અવરજવર માટે મુશ્કેલી સર્જાઈ છે. હજી સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેથી લોકો વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આ મુદ્દાને લઈને અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્‌યાએ જણાવ્યું કે, શહેરના વિકાસ માટે જરૂરી હોય ત્યારે પર્યાવરણ અને જનતાની સુખાકારીને પ્રાથમિકતા આપવામાં આવવી જોઈએ પરંતુ તંત્ર દ્વારા આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો સ્થાનિક લોકો આ અંગે ઉગ્ર પ્રદર્શન કરશે તેવી ચિમકી આપવામાં આવી છે.