સાવરકુંડલા તાલુકાના જુનાસાવર ગામની મધ્યસ્થ સહકારી બેંકમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની છે. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં બેન્કનું ફર્નિચર, એ.સી. પંખા અને કોમ્પ્યુટર સહિતની મશીનરી બળીને ખાખ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં સાવરકુંડલા નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. રાહતની વાત એ છે કે બેંકની તિજોરી અન્ય રૂમમાં હોવાથી સુરક્ષિત રહી છે. બેન્કમાં તમામ રેકર્ડ સુરક્ષિત રહેલ છે. તેમ બેન્કના જનરલ મેનેજર બી.એસ.કોઠીયાની યાદીમાં જણાવાયુ છે.