યુગોથી ચાલી આવતી ખેત પધ્ધતિઓ જીવન નિર્વાહ પધ્ધતિ હતી. આપણા દાદા-દાદી કે જુની પેઢીના વડીલો પાસે વાત સાંભળીએ તો તેઓ કહેતા કે ચીજવસ્તુની જરૂરીયાત સામે વસ્તુઓની અદલા-બદલીઓ થતી હતી અને વ્યવહાર, વેપાર થતાં હતા. વર્તમાન સમયમાં જમીનોના ટુકડાઓ થતા ગયા અને સમય તેમજ માંગ બદલાતા ખેતીનું સ્વરૂપ બદલવુ પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. વર્તમાન સમયમાં ખેતી આધુનિક અને વ્યસાયલક્ષી બનાવવાની જરૂરીયાત ઉભી થઈ છે. અને તે દિશામાં આગળ વધવુ રહ્યું. સમય અને માનવીનું જીવન એક વહેતુ ઝરણુ છે. એને રોકી રાખવુ હવે પાલવે તેમ નથી. વહેવું અને વિકસવુંના મંત્ર સાથે આગળ વધવામાં આવે તો જ ઉન્નતિ, પ્રગતિ છે. ઘણી વખત ગામડા ગામમાં વેપારી કપાસ, ઘઉં જેવી જણસી ખરીદી કરવા આવે ત્યારે જે ભાવ કહે તેનાથી પ થી ૧૦ રૂપિયા ખેડૂત વધારે ભાવ માંગે એ તેનો અધિકાર છે. પણ ગમે એટલું કરગરે છતાં વેપારી એકાદ રૂપિયો ભાવ વધુ આપે આ સ્થિતિ આપણે જાઈ છે, અનુભવી છે. પોરબંદર જિલ્લાનાં બરખલા ગામના ખેડૂત દેવશીભાઈ જાડેજાને ર૦૧પમાં પોતાની કાળી મહેનત અને કુદરતની મહેરબાનીથી પ૦૦ મણ જેટલી મગફળી ઉત્પાદન થયું. વેપારીએ મણનો રૂ.૬૮૦ ભાવ કહ્યો. દેવશીભાઈએ રૂ.૬૮પ કહ્યા. રૂ.પ વધારી આપવા સવારથી સાંજ સુધી કાલાવાલા કર્યા પણ વધારી ન આપ્યા. સાંજે એગ્રોવાળા તરફથી રૂ.૪૦,૦૦૦નું દવાનું બિલ આવ્યું. બસ એજ દિવસે નક્કી
આભાર – નિહારીકા રવિયા કર્યું કે, ખેતીમાં ખર્ચ ઘટાડવો અને ઝેરમુક્ત ખેતી કરવી. દેવશીભાઈ જાડેજાના પુત્ર લખમણભઈનો ધો.૧૦ સુધી અભ્યાસ અને ૪૦ વિઘા જમીન ખેતી સાથે લગાવ એટલે ઝેરમુ્ક્ત ખેતીની શરૂઆત કરી. ર૦૧પમાં નિમ ખોળ, એરંડી ખોળ, છાણીયુ ખાતરનાં ઉપયોગ સાથે સુભાષ પાલેકરજીની પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો સાથે સાત દિવસની અમદાવાદ તાલીમ મેળવી. લખમણભાઈ વટથી કહે છે ભાવ માટે કરગરવા કરતા ઝેરમુક્ત ખેતીની શરૂઆત કરી અને વેલ્યુ એડીશનનાં માધ્યમથી ભાવો પણ સારા લેતો થયો છું. ચોમાસામાં મગફળીનું વાવેતર કરે છે અને તમામ મગફળીનું તેલ કાઢી વેંચાણ કરે છે. ચાલુ વર્ષે ૬૦૦ ડબ્બાનું વેંચાણ કરેલ છે. શિયાળામાં ઘઉં, ચણા, ધાણા, જીરૂ, રાય, સુવાદાણ જેવી રસોડાની મસાલાની ચીજવસ્તુઓનું થોડુ-થોડુ વાવેતર કરીને પોતાના ગ્રાહકોને ચીજવસ્તુ પુરી પાડે છે. ઉનાળામાં થોડું વાવેતર તલ, મગ, અડદ, ચોળીનું કરે છે. આજે લખમણભાઈ સાથે ૬૮૦ ગ્રાહકો જાડાયેલા છે. જે તેની વાર્ષિક જરૂરીયાતની ખરીદી કરે છે. લખમણભાઈ કહે છે, સોશ્યલ મીડિયા દ્વારા અગાઉથી જાહેરાત કરીને મગફળી પિલાણ કયારે થશે, તારીખ, વાર, સમય અને સ્થળ ગ્રાહકોએ ત્યાં આવવાની છૂટ એવી શુધ્ધતા સાથે વેંચાણ કરે છે. વર્તમાન સમય આધુનિક ખેતી અને વેલ્યુએડીશનનો છે. તેનો લાભ લેવો જાઈએ. સરકાર અને અધિકારીઓએ પણ ખેડૂતો પ્રત્યે હકારાત્મક અભિગમ રાખવો પડશે.
લખમણભાઈ જાડેજાનો
સંપર્ક નં.૯૯૭૯ર ૯૧૯૦૦
તિખારો
માટીની ભિનાશ પકડી રાખે છે. બાકી જગતને તમારા સિધ્ધાંતો, નિષ્ઠા સાથે કંઈ લેવા-દેવા નથી. લોકોનું સાચું કે ખોટું કામ થાય તો તમે કૃષ્ણ અને મદદ ન થાય તો કર્ણ. આ છે દુનિયા.