રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એચ.બી. સંઘવી મહિલા આટ્ર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ‘સાહિત્યકુંજ’ નામે ગુજરાતી સાહિત્ય સભાની પ્રથમ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. જેમાં વિખ્યાત લેખિકા વૃંદાબેન મહેતા, કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડા. જિજ્ઞેશભાઈ વાજા, મેનેજર રવિભાઈ વ્યાસ અને આચાર્યા ડા. રીટાબેન રાવળ, સાહિત્યકુંજ સભાના પ્રમુખ ડા. મિતલબેન નાયી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વૃંદાબેન મહેતાએ એક સત્ય ઘટના દ્વારા ગુજરાતી ભાષાનું મહત્વ સમજાવ્યું હતું. વિદ્યાર્થિનીઓએ ઝવેરચંદ મેઘાણીના ‘કસુંબીનો રંગ’ અને ‘ચારણ કન્યા’ જેવી કવિતાઓ રજૂ કરી હતી. કવિતાની સમજૂતી અને માતૃભાષાનું મહત્વ જેવા વિવિધ વિષયો પર કૃતિઓ રજૂ કરી હતી.