ઓસ્ટ્રેલિયામાં તાજેતરના વર્ષોમાં ભારતીયો વિરુદ્ધ ગુનાઓની ઘટનાઓમાં વધારો થયો છે. હવે મેલબોર્નથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ગુજરાતી યુવકની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી છે. યુવક સાથે બનેલી ઘટનાની માહિતી મળતાં પીડિત પરિવારમાં શોકનો માહોલ છે. મૃતકની ઓળખ મિહિર દેસાઈ તરીકે થઈ છે.
મિહિર દેસાઈ મેલબોર્નના બરવુડ વિસ્તારમાં રહેતા હતા અને મૂળ ગુજરાતના નવસારીના બિલીમોરાના વતની હતા. મિહિરની હત્યા તેના જ રૂમમેટ દ્વારા કરવામાં આવે છે. હાલમાં, હત્યા પાછળના કારણો હજુ સુધી બહાર આવ્યા નથી. ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જાકે, ગંભીર ઈજાઓને કારણે મિહિરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરી અને નજીકના ઘરમાંથી ભારતીય મૂળના ૪૨ વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી અને મૃતક એકબીજાને ઓળખતા હતા અને રૂમમેટ તરીકે સાથે રહેતા હતા. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે અને પડોશીઓની પણ પૂછપરછ કરી છે. બંને વચ્ચે કયા મુદ્દે ઝઘડો થયો તે અંગે હજુ સુધી કંઈ જાણી શકાયું નથી. મિહિર દેસાઈ સાથેની આ ઘટના બાદ મેલબોર્નના સ્થાનિક ગુજરાતી સમુદાયમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બીલીમોરામાં રહેતા મિહિરનો પરિવાર પણ આ આઘાતજનક સમાચારથી શોકમાં ડૂબી ગયો છે. મેલબોર્ન પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષની શરૂઆતમાં પણ ઓસ્ટ્રેલિયામાં કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી લડાઈ દરમિયાન ૨૨ વર્ષીય સીષ્ઠર વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતક વિદ્યાર્થીની ઓળખ નવજીત સંધુ તરીકે થઈ છે. નવજીત હરિયાણાના કરનાલનો રહેવાસી હતો.