ઉનાના દેલવાડા રોડ પર ખાનગી કાર ચાલક દ્વારા સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ઈલેક્ટ્રીક સબસ્ટેશન સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. કાર અથડાતા સબસ્ટેશન અને પોલ બંને રોડ પર ઢળી પડ્યા હતા તેથી ટ્રાફિક સર્જાયો હતો. જેથી ઘણા સમય સુધી ટ્રાફિક રહ્યો હતો. આ અકસ્માતની જાણ પીજીવીસીએલને કરતાં કાર ચાલક વિરૂધ્ધ કડક કાર્યવાહી કરી તેમજ કાટમાળ અને વીજ લાઈનની રીપેરીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.