લીલીયાના લોકોની વર્ષો જુની નવા બસ સ્ટેશન બનાવવા માટેની માંગણી પૂરી થઈ છે. લીલીયા બસ સ્ટેન્ડ બનાવવા માટે રૂ.૪.ર૬ કરોડ ફાળવવામાં આવતા સાંસદ ભરતભાઈ સુતરીયાના વરદ હસ્તે ભૂમિપૂજન યોજાયું હતું. આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચર વાળા નવીન બસ સ્ટેન્ડનું ભૂમિપૂજન કરવામાં આવેલ ત્યારબાદ સ્વાગત પ્રવચન અમરેલી એસ.ટી વિભાગના ડિવિઝન અધિકારી એ.જે.સોલંકી દ્વારા કરવામાં આવેલ. આ ભૂમિપૂજનમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, જનકભાઈ તળાવીયા સહિતના મહાનુભાવોનું શાબ્દિક અને શાલથી સન્માન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી. આ તકે તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજ, વિપુલભાઈ દુધાત, ભીખાભાઈ ધોરાજીયા, અરૂણભાઇ પટેલ સહિતના અગ્રણી આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર આયોજન સફળ બનાવવા સ્થાનિક સરપંચ જીવનભાઈ વોરાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે આભાર વિધિ સાવરકુંડલા ડેપો મેનેજર નથવાણીએ કરી હતી.