‘સાવરકુંડલા શહેરના વતની અને ભારતીય આર્મીમાં જુનિયર કમિશન ઓફિસર યોગેશ બળવંતરાય જાની દેશના જુદા જુદા રાજ્યો અને સરહદોની ૨૧ વર્ષથી સુધી રક્ષા કરીને વયમર્યાદાથી નિવૃત્ત થઈને ઘરે પરત આવ્યા છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા તેમને રાષ્ટ્ર સેવા બદલ ફુલહાર, શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને સાવરકુંડલા લીલીયાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, કોંગ્રેસ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.