અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત શ્રીમતી આર. કે. વઘાસીયા કોમર્સ મહિલા કોલેજ, અમરેલીએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ના કોમર્સના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા એગ્રીગેટ પરિણામમાં કોલેજની છ વિદ્યાર્થિનીઓએ ટોપ-૧૦માં સ્થાન પ્રાપ્ત કરીને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. ચક્કરગઢ રોડ સ્થિત શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ (ગર્લ્સ) ખાતે કાર્યરત આ કોલેજની વિદ્યાર્થિનીઓએ મેળવેલી આ સિદ્ધિ બદલ સમગ્ર સંકુલ પરિવારે તેઓને અભિનંદન પાઠવ્યા છે. યુનિવર્સિટી કક્ષાએ ટોચનું સ્થાન મેળવનારી વિદ્યાર્થિનીઓમાં સેજપાલ આયુસી સી. – યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક – ૮૪.૯૮%, પોપટ ક્રિના પી. – યુનિવર્સિટીમાં બીજો ક્રમાંક – ૮૪.૪૫%, ચૌહાણ પૂજા બી. – યુનિવર્સિટીમાં ત્રીજો ક્રમાંક – ૮૪.૩૯%, દુધાત અવની જી. – યુનિવર્સિટીમાં પાંચમો ક્રમાંક – ૮૩.૪૫%, વસાણી યશ્વી એન. – યુનિવર્સિટીમાં સાતમો ક્રમાંક – ૮૩.૦૨%, પાલવાર બંસી જે. – યુનિવર્સિટીમાં સાતમો ક્રમાંક – ૮૩.૦૨% છે. કોલેજની આ છ તેજસ્વી વિદ્યાર્થિનીઓની આ અસાધારણ સફળતા બદલ સંકુલ પરિવારે તેઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે અને તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.