અમરેલી ખાતે નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા તેમજ સાંસદ ભરતભાઈ સુતરીયા દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્ય સરકાર તરફથી નિગમના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડેશન કરવા પેટે ફાળવેલ સહાય થકી અમરેલી ખાતે જૂની અને જર્જરીત વિભાગીય કચેરીના સ્થાને આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળી નવીન અદ્યતન વિભાગીય કચેરીના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજિત ૭૫૦૦૦ ચો.મી.થી વધુ જગ્યામાં રૂ.૧૧.૪૦ કરોડથી વધુ રકમના ખર્ચે તૈયાર થનાર આ કચેરીમાં અધિકારી, કર્મચારી કચેરીઓ સહિત માળખાકીય સુવિધાઓ સાથે બાંધકામ કરવામાં આવ્યું છે. સાથોસાથ અંદાજિત રૂ.૩.૭૦ કરોડથી વધુ રકમના ખર્ચે તૈયાર થયેલ અદ્યતન ટાયર પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં અધિકારીઓ, કર્મચારીગણ તેમજ યુનિયનના પદાધિકારીઓ સહિત સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.