ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. દરેક બિલ્ડીંગ હોય કે અન્ય રહેણાંક વિસ્તારોમાં ફાયર સેફ્ટી માટેના સાધનો ફરજિયાત કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતના પાટનગર એટલે કે ગાંધીનગર જિલ્લાના પેથાપુરમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સ્ટેશન ઝડપાયું છે. ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રેડ કરવામાં આવી હતી. રાંધણ ગેસના બોટલમાંથી કોમર્શિયલ બોટલ ભરવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે.
પેથાપુરના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રિફિલિંગ સ્ટેશન ઝડપાયું છે. અગ્નિશામક સાધનો તેમજ ફાયર સેફટીના સાધનો વિના રિફિલિંગ સ્ટેશન ધમધમતુ હતું. ભાથુજી ચતુરજી ગોર નામના વ્યક્તિની ર્જીંય્એ અટકાયત કરી છે. ઘરની પાછળ બનાવેલા ગેરકાયદેસર શેડમાંથી ૨૮૪ ગેસના બોટલ જપ્ત કરવામાં આવ્યા છે. લાંબા સમયથી પેથાપુરના રહેણાંક વિસ્તારમાં ચાલતુ ગેરકાયદેસર ગેસના બોટલનું રિફિલિંગ સ્ટેશન ચલાવવામાં આવતું હતુ.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગર જિલ્લાના પેથાપુરમાં ગેરકાયેદસર રિફિલિંગ સ્ટેશન ઝડપાયું છે. ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. રાંધણ ગેસના બોટલમાંથી કોમર્શિયલ બોટલ ભરવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. પેથાપુરના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રિફિલિંગ સ્ટેશન ઝડપાયું છે.ઘરની પાછળ બનાવેલા ગેરકાયદેસર શેડમાંથી ૨૮૪ ગેસના બોટલ જપ્ત કરવામાં આવ્યા છે.