પાટણ ખાતે ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન મળ્યું હતું જેમાં સમાજ સુધારણા, વ્યસનમુક્તિ શિક્ષણને પ્રાધાન્ય આપવુ તેમજ કુરિવાજા દૂર કરવા તથા રાજકારણમાં સમાજનું નેતૃત્વ કેટલું તે અંગે આગેવાનો દ્વારા વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.
પાટણ યુનિવર્સિટીના રંગ ભવન ખાતે ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન મળ્યું હતું જેમાં કોંગ્રેસના અમિત ચાવડા, પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, ભરતસિંહ સોલંકી બળદેવજી ઠાકોર સહિતના ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં મહાનુભાવો એ સમાજમાંથી કુરિવાજા દૂર કરવા વ્યસન મુક્તિ ને દૂર કરી યુવા યુવતીઓને ફરજિયાત પણે શિક્ષણ આપવું ખોટા ખર્ચાઓ દૂર કરવા સહિતના અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરી હતી. અમિત ચાવડાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખાસ કરીને છેલ્લા ત્રણ દાયકામાં સરકાર દ્વારા સૌથી વધુ વસ્તી ધરાવતા ઠાકોર સમાજ, બક્ષીપંચ સમાજ એસ.સી એસટી સમાજા વસ્તીના ધોરણે બજેટની ફાળવણી કરવામાં આવતી નથી. બક્ષીપંચ સમાજ સહિત અન્ય સમાજામાં વિકાસની ફાળવણીમાં હસેદારીમાં સરકાર દ્વારા સત્ય અન્યાય કરવામાં આવી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા આવા સમાજા સાથે જે સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે. તેની સામે સરકારનો જવાબ માંગવા અને તાકાત નો પરચો બચાવવા આજે પાટણ ખાતે ઉત્તર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન મળ્યું હતું. આવનારા દિવસોમાં હક અધિકારની લડાઈ માટે સરકાર સામે લડત પણ લડવામાં આવશે.
સાંસદ ગેનીબેન ઠાકરે કહ્યું કે ગુજરાતની જનતામાં વચ્ચે જવા માટે કોંગ્રેસનું સંગઠન મજબૂત બને, હાલમાં જે કોંગ્રેસનું સંગઠન છે તેની સમીક્ષા થાય નવા યોગ્ય લોકોને કોંગ્રેસમાં તક મળે તેમજ જે લોકો પાર્ટીમાં કામ નથી કરતા તેઓને બદલવામાં પણ આવે આ નવા સંગઠનની પુનઃરચના ના નવા ઢાંચાની શરૂઆત ૧૬ મી તારીખે અરવલ્લી ખાતેથી રાહુલ ગાંધી કરાવશે.
ગેનીબેને ભાજપમાં રહેલા ઠાકોર સમાજના ધારાસભ્યો તેમજ મંત્રીઓ અંગે પ્રહાક કરતા કહ્યું કે, સરકારમાં રહેલા ઠાકોર સમાજના ધારાસભ્યો તેમજ મંત્રીઓને પાવર વગરના પ્રધાન જ કહેવાય. ઠાકોર સમાજની સરકાર પાસે જે માંગણીઓ કરેલી છે તે ભાજપમાં રહેલા ઠાકોર સમાજના નેતાઓ માંગણીઓ પુરી કરાવશે તો અમે તેમનો પણ આભાર માનીશું. ગેનીબેને કહ્યું કે ઠાકોર સમાજના રાજકીય ,સામાજિક ,આર્થિક તેમજ શૈક્ષણિક રીતે જે લાભ સમાજને મળવો જાઈએ તે મળતો નથી.