ધોરાજીના કુંભારવાડા ખાતે તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંસ્થાના પૂર્વ ટ્રસ્ટી સ્વર્ગસ્થ દિનેશભાઈ ઠુંમરની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. તુલસી ચેરીટેબલ ટ્રસ્ટના રાજુભાઈ બાલધા, શૈલેષ બાલધા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.