લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સાઈટ ફર્સ્ટ પ્રોજેક્ટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સિટી), શ્રી ભુરખીયા હનુમાનજી ટ્રસ્ટ તથા શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તેમજ રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર -મુંબઈના આર્થિક સહયોગ દ્વારા અને સુદર્શન નેત્રાલયના સહયોગથી કેમ્પમાં વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું શ્રી ભુરખીયા હનુમાનજી મંદિર મુકામે તા. ૧૬ને બુધવારે આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં આંખના તમામ રોગોની તપાસ નિષ્ણાત ડોક્ટર દ્વારા કરવામાં આવેલ હતી. તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયાના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી આરોપણ કરી આપવામાં આવેલ હતી. આ કેમ્પમાં ૧૫૬ દર્દીઓએ લાભ લીધો હતો અને ૪૪ દર્દીઓને અમરેલી સુદર્શન નેત્રાલયમાં લાવી નેત્રમણી આરોપણ કરવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સિટી) તરફથી સેક્રેટરી ભદ્રેશસિંહ પરમાર, લાયન ઋજુલભાઈ ગોંડલીયા વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.